USA અને ડેન્માર્કના ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આ વર્ષના કેમિસ્ટ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ અણુઓની એવી કાર્યપ્રણાલિ વિકસિત કરી છે જેનો ઉપયોગ સારી દવાઓને ડિઝાઇન કરવા માટે કરી શકાય છે. કેરોલિન આર બટોર્જજી, મોર્ટન મેલ્ડલ અને કે. બેરી શાર્પલેસને કેમિસ્ટ્રી અને બાયોઆર્થોગોનલ પ્રતિક્રિયાઓ પર કામ કરવા માટે નોબેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેનો ઉપયોગ કેન્સરની દવાઓ બનાવવા, ડીએનએ માપણી માટે કરી શકાય છે. સ્વીડનનાં સ્ટોકહોમમાં કેરોલિસ્કા ઇન્સ્ટિટયુટમાં બુધવારે વિજેતાઓના નામની જાહેરાત કરતા રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સીઝના સભ્ય જોન એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે, આ એવોર્ડ બધા અણુઓને એકસાથે જોડવા માટેની દિશામાં કામ કરવા બદલ મળ્યો છે. શાર્પલેસે આ પહેલા 2001માં નોબેલ પુરસ્કાર જીત્યો હતો. બે વખત નોબેલ મેળવનારા તે પાંચમાં વ્યક્તિ છે.
નોબેલ પેનલે જણાવ્યું હતું કે, કેલિફોર્નિયામાં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં સ્થિત બટોર્જીએ ક્લિક કેમિસ્ટ્રીને એક નવા સ્તરે લઈ ગયા છે. તેમણે જીવોમાં વિક્ષેપ પાડયા વગર ક્લિક કેમિસ્ટ્રીને જીવિત જીવોની અંદર કામ કરવા દેવાની નવી પદ્ધતિ શોધી કાઢી છે, આ નવી વિધિની સ્થાપનાને બાયોઓર્થોગોનલ પ્રતિક્રિયાઓના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને શોધવા, જૈવિક પ્રક્રિયાઓને ટ્રેક કરવા અને પ્રયોગાત્મક કેન્સર દવાઓને ડિઝાઇન કરવા કરી શકાય છે.
જયારે ગયા વર્ષે આ ઇનામ વૈજ્ઞાનિક બેન્જામીન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુ સી મેકમિલનને અણુઓના નિર્માણ માટે એક સરળ અને પર્યાવરણની દ્રષ્ટિએ સ્વચ્છ પદ્ધતિ શોધવા માટે આપવામાં આવ્યો હતો. નોબેલ એવોર્ડનો પ્રારંભ સોમવારે સ્વીડિશ પેનલે સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વંતે પાબોને નીએન્ડરથલ ડીએનએના રહસ્યયો ઉકેલવા બદલ આપ્યો હતો ત્યારથી આ એવોર્ડનો પ્રારંભ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500