ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિ કરવા જઈ રહ્યાં છે. તાજેતરમાં અમદાવાદ ખાતે સોફ્ટ ટેનિસ એસોસિએશન દ્વારા સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્યભર માંથી આશરે 24 બહેનો અને 27 ભાઈઓ આવેલ હતા. 18મી નેશનલ જુનિયર સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં હેમ પરેશ મહેતાએ પોતાનું સ્થાન રાષ્ટ્રીય ટીમ માટે પ્રાપ્ત કર્યું હતું, જયારે બહેનોમાં પ્રથમ વખત ભરૂચની બે ખેલાડીઓ જીવિકા તુષાર શાહ અને ખૂબી જતીન જૈન એ પોતાનું સ્થાન રાષ્ટ્રીય કક્ષા એ જનાર ટીમ માં પ્રાપ્ત કર્યું હતું. આ ખેલાડીઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 18મી જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધા આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે આવતા મહિને રમવા જનાર છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરા સાહેબ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application