શહેરના પાંડેસરા, પુણા અને લાલગેટ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે છાપો મારી કુલ ૨૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીયાઓની ધરપકડ કરી તેમની પાસેથી ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગારધારા ઍક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોકડા રૂપિયા ૯૦૦૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૨૩૫૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૧,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે
બનાવની વિગત ઍવી છે કે પુણા પોલીસને બાતમી મળી હતી કે અમેઝીયા વોટરપાર્ક પાસે આવેલ ડુંભાલટ્રાંસપોર્ટના ગોડાઉનમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારી જુગાર રમતા હરીરામ ચિવતારી યાદવ, રામાશંકર લુરખુર યાદવ અને ઉમેશ શ્યામસુંદર કહાર (રામ)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય જુગારીયાઓ પાસેથી અંગઝડતી માંથી રોકડા રૂપિયા ૯૦૦૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૨૩૫૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૧,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રોકડા રૂપિયા ૧૧,૭૩૦, પાંચ મોબાઇલ રૂપિયા ૧૧,૫૦૦, તથા ૫૫,૦૦૦ રૂપિયાની બે બાઇક મળી કુલ ૭૯,૦૩૦નો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે વરીયાળી બજાર, મદારીવાડમાં આવેલ ઝુંપડપટ્ટીની ગલીમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગારધામ ધમધમી રહ્યા છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડી જુગાર રમતા કુરસીદ ઉર્ફે સાજીદખાન સબીરખાન શેખ, મોહંમદજુનેદ અબ્દુલલતીફ શેખ, રવિન્દ્ર પાંડુરામ નાગપુરે, ભાસ્કર ભગતસિંહ મગાડે, અબ્દુલરસીદ અબ્દુલસત્તાર શેખ, વસંતભાઇ ચુનીલાલ માછી, ફકરૂ મુસા પટેલ, પરષોતમભાઇ વલ્લભભાઇ પટેલ, નૈનેશભાઇ રમેશભાઇ પટેલ, અશોકભાઇ મોહનભાઇ પરમાર, સુભાષ સહદેવ રાજભર અને બાબુલાલ પનાજી પરમાર ને પોલીસે રંગેહાથ જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તમામ પાસેથી અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૧૧,૭૩૦, પાંચ મોબાઇલ રૂપિયા ૧૧,૫૦૦, તથા ૫૫,૦૦૦ રૂપિયાની બે બાઇક મળી કુલ ૭૯,૦૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ ચલાવારનાર અસ્લમ ઇબ્રાહીમ મેમણ (રહે. મદારીવાડ, વરીયાવી બજાર)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
કુલ ૩૧,૩૫૦ નો મુદ્દામાલ પોલીસે જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા વિસતનગર સોસાયટીના મકાન નં.૨૨ ની અગાશી ઉપર આવેલ બંધ મકાનમાં કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા દિનેશ વિશ્વનાથ પાત્ર, સંદિપ રમેશભાઇ સીરસાટ, અરવીંદ હરીશચંદ્ર રાજભર, અક્ષય સુનિલભાઇ આહીરે, સંજયકુમાર સંન્યાસી દલાઇ, અશોક રોશનલાલ જેન, સુજીત ઉર્ફ બાબુ ગૌરાંગ મહંતી, જગદીશ મનુભાઇ બારૈયા અને પંડિત પ્રેમચંદ બડગુજર ને ઝડપી પાડી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨૬,૬૦૦ તથા દાવ પરના ૪૭૫૦ મળી કુલ ૩૧,૩૫૦ નો મુદ્દામાલ પોલીસે જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500