Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના જેકે ગેટ પાસેથી ત્રણ નબીરા પીધેલા પકડાયા

  • June 06, 2021 

સોનગઢના જેકે ગેટ પાસેથી કારમાં સવાર ત્રણ નબીરાઓને દારૂ પીધેલા હાલતમાં પોલીસે ઝડપી પાડી ત્રણેય સામે કાયર્વાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારની રાત્રીના સમયે પીસીઆર વાનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના જેકે ગેટ પાસેથી એક કારનો ચાલક પોતાની કબજાની સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એએમ/9209 ને વાંકીચુકી હંકારી લઈ આવતો હોય પોલીસે કારને અટકાવી તપાસ કરતા ત્રણ ઈસમો (1) નયનભાઈ પોબતભાઈ જાના અને (2) મોહનભાઈ ભુભનભાઈ જાના બંને હાલ રહે, સાંઈ વાટિકા તા.બારડોલી તેમજ (3) મનીન્દ્રભાઈ ચંદ્રમોહનભાઈ જાના રહે,મજુરા-સુરત, નાઓ દારૂ જેવા કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે ત્રણેય નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application