Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી કારમાં દારૂ ભરી લઈ જતા ૩ ઝડપાયા, કુલ રૂપિયા 3.91 લાખનો મુદ્દામાલ જપ્ત

  • February 24, 2021 

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક કારમાં લઇ જવાતો વિદેશીદારૂની બાટલીઓ સાથે ત્રણ વ્યક્તિઓ ને ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના  માણસો વાહનચેકિંગ માં હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક હુન્ડાઈ આઈ-10 કાર નંબર જીજે/05/આરબી/4659 માં તપાસ હાથ ધરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 49 નંગ બાટલીઓ જેની કિંમત રૂપિયા 34,290/- ના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

પકડાયેલા ત્રણેય વ્યક્તિઓની અંગ ઝડતી માંથી મોબાઇલ ફોન 3 નંગ જેની કિંમત રૂપિયા 7,500/- તથા કારની કિંમત રૂપિયા 3,50,000/- મળી કુલ રૂપિયા 3,91,790/- ના મુદ્દામાલ સાથે (1) મહેશભાઈ ગોવિંદભાઈ તારપરા રહે,તુલસી દર્શન સોસાયટી,યોગીચોક,સુરત (2) જયેશભાઈ જેન્તીભાઈ રામોલીયા રહે, ચન્દ્ર દર્શન સોસાયટી,વાવ ગામ, તા.કામરેજ-સુરત (3) રાજેશભાઈ ચીનુભાઈ ગોંડલિયા રહે, ગોપાલ રેસીડેન્સી,બાપાસીતારામ ચોક,તા.કામરેજ-સુરત નાઓને ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ હેડકોન્સ્ટેબલ વિપુલકુમારની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application