અંકલેશ્વરનાં ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે મહિલા સહિત એક ઇસમને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લા એસ.પી.એ જિલ્લામાં ચાલતી દારૂ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ ડામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે ભરૂચ L.C.B.ની ટીમ ગતરોજ સાંજનાં સમયે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે અંકલેશ્વરનાં ભાંગવાડા વિસ્તારમાં રહેતી લક્ષ્મી અરવિંદ વસાવાનાં ઘરે લાલ કલરની સેન્ટ્રો કારમાં દારૂનો જથ્થો ભરેલો છે અને હાલમાં તે ત્યાંજ ઉભી છે. જોકે L.C.B.ની ટીમનાં P.S.I. અને સ્ટાફને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી કારને ઝડપી પાડી હતી.
આમ, પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 212 મળી કુલ રૂપિયા 49,980/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર, રોકડા રૂપિયા 35 હજાર અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,90,480/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી પ્રશાંત ભરતભાઈ પટેલ, લક્ષ્મી અરવિંદ વસાવા અને મનીષા વિષ્ણુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતાં. જયારે ભરૂચનાં જીગ્નેશ ચાવડાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500