ભરૂચનાં ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવોનીક કંપની સામે આરતી કંપનીનાં પાર્કિંગમાં ટેન્કરમાંથી એ.આઈ.બી.કે. કેમિકલ સગેવગે કરતા ટેન્કર ચાલક સહીત ત્રણ ઈસમોને પોલીસે કુલ રૂપિયા 58.79 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ઝઘડિયા જી.આઈ.ડી.સી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવોનીક કંપની સામે આરતી કંપનીનાં પાર્કિંગમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરોના ચાલકો કંપનીના સીલ તોડી કેમિકલ સગેવગે કરી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે દરોડા રેઈડ કરી ટેન્કર નંબર GJ/12/BY/6370 અને ટેન્કર નંબર GJ/12/BY/6402ની આગળ તપાસ કરી તેમાંથી ટેમ્પો નંબર GJ/05/CU/8427માં પ્લાસ્ટિકનાં કેરબા ભરતી વેળા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસનાં દરોડાને પગલે એક ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો, જયારે પોલીસે સ્થળ પરથી 6 પૈકી પાંચ કેરબામાં ભરેલ 830 કિલો કેમિકલનો જથ્થો અને બે ટેન્કર તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 58.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ યુ.પી.નાં પુઆરીકલા ગોસાઈકાપુરાના ટેન્કર ચાલક અનીલ લાલચંદ વર્મા તેમજ પ્રકાશ ભુરાલાલ ખટીક, જગદીશચંદ્ર ભુરાલાલ ખટીકને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય ચાલકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500