Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હાથી ફળીયામાંથી વિદેશી દારૂનું વેચાણ કરનાર માતા-પુત્ર સહીત ત્રણ જણા ઝડપાયા, લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન કોંકણી વોન્ટેડ

  • November 21, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં હાથી ફળીયામાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનું વેચાણ કરનાર માતા-પુત્ર સહીત સોનગઢથી દુમદા જવાના રોડ ઉપરથી એક ઈસમ ઝડપાયો હતો, જયારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી નાંને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો શનિવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતે કે, સોનગઢનાં હાથી ફળિયામાં રહેતા લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.



જે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા એક મહિલા હાજર મળી આવી હતી જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ સરિતાબેન નિલેશભાઈ કોંકણી અને એક ઈસમ હાજર મળી આવતાં તેણે પણ પોતાનું નામ રાજ નિલેશ ઉર્ફે ટાયસન કોંકણી (બંને રહે.હાથી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરમાં તપાસ કરતા એક કાળા મીણીયા કોથળામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જયારે વધુ પૂછપરચ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી વેચાણ માટે લઈ આવ્યો હતો. પરંતુ લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન કોંકણી હાજર નહિ મળી આવતાં તેણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



જયારે બીજા બનાવમાં તાપી એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે, સોનગઢથી દુમદા જવાના રસ્તા ઉપર આવેલ એક કાચા છાપરામાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે સ્થળ ઉપર રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મનહરભાઈ દિનાભાઈ ગામીત (રહે.ગુણસદા ગામ, બરડીપાડા ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસ ઝડપાયેલ ઈસમને સાથે રાખી તપાસ કરતા એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને વિદેશી દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર લીસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ) નાએ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application