Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં રાજપુતબોરી ગામની સીમમાં બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં ત્રણને ઈજા પહોંચી

  • June 22, 2024 

માંડવીનાં રાજપુતબોરી ગામની સીમમાંથી પસાર થતી બાઈકને પાછળથી અન્ય બાઈક ટક્કર મારતા આગળની બાઈકના ચાલકનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં પારડી ગામે માલીકુવા ફળિયામાં રહેતો હર્ષદભાઈ રમાશભાઈ ચૌધરી (ઉ.વ.37) પીપોદરા ખાતે આવેલી ખાનંગી કંપનીમાં કામ કરતો હતો. જોકે ગુરૂવારનાં રોજ હર્ષદ ઘરે હતો દરમ્યાન રાત્રિના 11 વાગ્યાની આસપાસ હર્ષદ તેના મિત્ર સાહિલ ચૌધરી સાથે બાઈક નંબર GJ/05/GL/4469 પર આંબા પારડી પાટીયાથી રાજપુત બોરી ગામે આવેલા શ્રી રંગ પેટ્રોલપંપ તરફ જઈ રહ્યો હતો.


તે સમયે તેમના ગામના જ કુલદીપ નવીન ચૌધરી તેની બાઈક નંબર GJ/19/AE/2851 લઈને આવી રહ્યો હતો તેણે હર્ષદની બાઈકને ટક્કર મારી દીધી હતી અકસ્માતમાં બંને મોટર સાઈકલ સાથે ચાલકો અને પાછળ બેઠેલા યુવકો નીચે પટકાયા હતા જેમાં હર્ષદને કપાળ અને શરીરના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા સાહિલ ચૌધરી અન્ય બાઈકના ચાલક કુલદીપ નવીન ચૌધરી અને તેની પાછળ બેસેલા ગૌરાંગ નવીન ચૌધરી ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application