Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મોબાઈલ ફોન ઉપર વાત કરતા કરતા પગપાળા પસાર થતી મહિલાનો મોબાઈલ ઝુંટવી ત્રણ ઈસમો ફરાર

  • November 30, 2023 

સુરત શહેરથી સાયણ માસીના ઘરે આવેલ એક શ્રમજીવી મહિલાનો ત્રણ અજાણ્યા શખ્સોએ મોબાઇલ ફોન ઝુંટવી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, સુરત શહેરના વરીયાળી બજારમાં મદારીવાડના ઘર નં-1335માં ભારતીબેન ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.30)રહે છે. તે સુરત અઠવા ગેટ પાસે આવેલ મોંટીસ કીચન રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. ગત તારીખ 28ના રોજ ભારતી રાઠોડ તેની એક્ટીવા મોપેડ સાયણ ડબગર ચાલમાં રહેતી તેની માસી સવિતાબેનના ઘરે પાર્ક કરી સાયણ બજારમાં ખરીદી કરવા ગઈ હતી. તે સમયે ખરીદી પુરી કરી સાયણ રેલ્વે ઓવર બ્રીજની નીચે સાયણ-કઠોર રોડ પરથી મોબાઈલ ફોન ઉપર વાત કરતા-કરતા પગપાળા પસાર થઈ રહી હતી. તે સમયે રોડ ઉપર પાછળથી કાળા કલરની મોપેડ ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો પૈકી મોપેડ પાછળ સવાર ઇસમે ભારતી રાઠોડના હાથમાંથી રૂપિયા 5,000/-ની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી ત્રણે ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application