કેરળનાં ઈડુક્કી જિલ્લાનાં મુંડક્કયમમાં KSRTCની એક બસની સાથે દુર્ઘટના ઘટી હતી. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી જવાથી ચાર મુસાફરોનાં મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટનાનો શિકાર થયેલી બસમાં 34 મુસાફર અને ત્રણ કર્મચારી સવાર હતા. તમામ મુસાફર મવેલિક્કારા વિસ્તારનાં રહેવાસી હતા. KSRTCની બસ તમિલનાડુના તંજાવુરમાં ટૂર લઈને મવેલિકરા પરત ફરી રહી હતી. આ દુર્ઘટના આજે એટલે કે સોમવારે સવારે લગભગ 06.15 વાગે થઈ.
જાણકારી અનુસાર બસે એક વળાંક પર નિયંત્રણ ગુમાવી દીધું અને 30 ફૂટ ઊંડી ખીણમાં જઈ પડી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું, 'સોમવારે સવારે પહાડી જિલ્લામાં પુલ્લુપારા નજીક એક સરકારી બસ ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજયાં અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. બસ 34 મુસાફરોને લઈને તમિલનાડુના તંજાવુરની યાત્રા બાદ અલપ્પુઝા જિલ્લાના માવેલિકરા ફરી રહી હતી, ત્યારે સવારે લગભગ છ વાગે આ દુર્ઘટના થઈ. મૃતકોના મૃતદેહોને મુંડાકાયમના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ તેમને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application