Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કાર અને મોટરસાયકલના ત્રિપલ અકસ્માતમા દંપતિ સહીત ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા

  • August 07, 2024 

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના જામલીયા ચોકડીથી કરંજખેડ ગામ તરફ જતા રસ્તા ઉપર આઇ ટ્વેન્ટી કારના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા ચાલક પિંકલભાઈ ફુલચંદભાઈ કોંકણી (ઉ.વ.૨૧.,રહે.ધોળકા,તા.ડોલવણ)ને રોડ ઉપર પટકાતા પગના ઘુંટથી નીચેના ભાગે ફેકચર થયું હતું.


આ મોટરસાયકલની પાછળ આવતી અન્ય એક સ્પ્લેન્ડર મોટરસાયકલને પણ આ કારે અડફેટમાં લેતા જેના ઉપર સવાર અજીતભાઈ તથા તેમની પાછળ બેઠેલી તેમની પત્ની પુનમબેન રોડ ઉપર પટકાતા જેઓને ફ્રેકચર તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. જયારે અકસ્માત બાદ કાર સ્થળ ઉપર મુકી ચાલક ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ઈજાગ્રસ્ત પિંકલ કોંકણીએ કાર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application