Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ માંથી ત્રણ ઈસમો નશાની હાલતમાં પકડાયા

  • May 30, 2021 

સોનગઢના ઉકાઈ માંથી પોલીસે ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ત્રણેય ઈસમોએ કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવ્યા હતા.

 

 

 

 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો શનિવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કેલ્સ હોટલ પાસે જાહેર રોડ પરથી એક બાઈક નંબર જીજે/26/ડી/4670 નો ચાલક ગૌતમભાઈ મંગાભાઈ ગામીત રહે, લીંબી ગામ તા.સોનગઢ નાનો કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. જ્યારે વિપુલભાઈ વિનકરભાઈ ગામીત રહે, લીંબી ગામ, તાપી ફળિયું તા.સોનગઢ અને ઉકાઈના જીઇબી ગેટના ત્રણ રસ્તા પાસેથી અભિજીતભાઈ અનીલભાઈ ગામીત રહે, લીંબી ગામ, મોટી પીપળ ફળિયું તા.સોનગઢ નાનો, વગર પાસ પરમીટે કોઈ કેફીપીણાનો નશો કરી જાહેરમાં લથડીયા ખાતો લવારા બકવાસ કરતા પકડાઈ ગયા હતા.

 

 

 

આમ ઉકાઈ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application