કોરોનાથી બચવા સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો દ્વારા હાલ માં જેમ કે કંઈ થયું જ ન હોય તેમ બિન્દાસ્ત પણે બજારોમાં માસ્ક પહેર્યા વગર જોવા મળતા હોય છે. પોલીસ અને વહીવટીતંત્રના સતત પ્રયાસ છતાં લોકો હજીપણ ન સુધરતા તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,
ત્યારે સોનગઢ પોલીસ તંત્ર દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે, સોનગઢમાં આજે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 3 વ્યક્તિઓ પાસેથી માસ્ક ન પહેરવા બદલ કુલ 3000 રૂપિયાનો દંડ વસુલ્યો હતો.જયારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 12 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500