Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં તાવ આવ્યાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં

  • August 11, 2024 

ચોમાસાની મોસમમાં આ વર્ષે પણ વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલ્ટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા સમયે વરાછામાં તાવ આવ્યા બાદ રત્નકલાકાર તથા સચિનમાં તાવ અને કમળાની અસર થયા બાદ યુવાન અને પાંડેસરામાં તાવ આવ્યા બાદ વૃદ્ધનું મોત નીંપજયુ હતું. સ્મીમેર અને સિવિલથી મળેલી વિગત મુજબ, વરાછામાં અશ્વનિકુમાર રોડ પર ગૌ શાળા પાસે લક્ષ્મીનગરમાં રહેતો ૨૮ વર્ષીય રત્નકલાકાર વિવેક સુલય પ્રજાપતિને બે ચાર દિવસથી તાવ હોવાથી દવા ચાલુ હતી.


નોકરીથી ઘરે પગપાળા આવતી વખતે ચક્કર આવતા રોડ પર પડી જતા સ્મીમેરમાં લઇ જવાયો પણ મૃત જાહેર કરાયો હતો. બીજા બનાવમાં સચીનમાં બરફ ફેકટરી પાસે શિવનગરમાં રહેતો ૨૯ વર્ષીય લૂમ્સ કારીગર શિવકરણ કલ્લુભાઇ નિશાદ થોડા દિવસ પહેલા તાવ બાદ કમળાની અસર થતા સારવાર ચાલુ હતી ત્યારે તબિયત વધુ બગડત સિવિલમાં લવાયો હતો પણ મૃત જાહેર કરાયો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં ફતેપુરનો વતની હતો.


સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ત્રીજા બનાવમાં પાંડેસરામાં લક્ષ્મીનગરમાં રહેતા ૬૦ વર્ષીય સિક્યુરીટી ગાર્ડ બલરામ ગરીબચંદ મિસ્ત્રીને ત્રણ-ચાર દિવસથી તાવ બાદ ઝાડા-ઉલ્ટી થયા હતા અને કાલે રાતે તબિયત વધુ બગડતા સિવિલમાં લવાયો હતો પણ મૃત જાહેર કરાયો હતો. તે બિહારમાં ઓરંગાબાદનો વતની હતા. તેમને ચાર સંતાન છે. નોધનીય છે કે, શહેરમાં વરસાદના લીધે દર્દીઓની સંખ્યા વધી રહી છે. જુલાઈ માસમાં નવી સિવિલમાં ઓ.પી.ડીમાં તાવના અંદાજીત ૯૦૦થી વધુ, ડેન્ગ્યુના ૫૫, મલેરીયાના ૧૦૫, ઝાડા ઉલ્ટીના ૧૬૦ સહિતની બિમારીના દર્દીઓ આવ્યા, જયારે સ્મીમેર હોસ્પિટલમાં જુલાઇ માસની ઓ.પી.ડી અંદાજીત ૧૫૦૦થી વધુ, ડેન્ગ્યુના ૪૦, ઝાડા ઉલ્ટીના ૨૧૨ જેટલા દર્દીઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application