Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોપલનાં વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત

  • July 01, 2024 

અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી હતી. મળતી માહિતી અનુસાર, બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આજે સવારે પાંચ વાગ્યે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોનાં મોત થયા હતા. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News