દિલ્હીની રણહૌલા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. રણહૌલાના વિકાસનગર સ્થિત હોસ્પિટલમાં વૉટર ટેન્ક વીજળીની સંપર્કમાં આવતા આ ઘટના બની છે, જેમાં હોસ્પિટલમાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ, હોસ્પિટલમાં અંડરગ્રાઉન્ડ વૉટર ટેંક આવેલી છે.
હોસ્પિટલમાં ઈલેક્ટ્રીશિયનનું કામ કરતા ત્રણ લોકો રિપેરિંગ માટે વૉટર ટેંકમાં ગયા હતા. જોકે વીજળીનો કોઈક તાર ટેંકના પાણીમાં સંપર્કમાં આવી જતા આ કર્મચારીઓ કરંટની ઝટેપમાં આવી ગયા હતા. બપોરે 3 કલાકે બનેલી દુર્ઘટનાની જાણ તુરંત ફાયર વિભાગ અને દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ કર્મચારીઓને ટેંકમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમને ડોક્ટરો મૃત જાહેર કર્યા છે. હાલ સુરક્ષાને ધ્યાને રાખી વીજળી બંધ કરી દેવાઈ છે. હાલ પોલીસ બેદરકારીના કારણોની તપાસ કરી રહી છે અને કહ્યું કે, જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500