વડોદરાના એક જાગૃત નાગરિકને કારણે પોલીસ વાનમાં દારૂની મહેફીલ માણતા જમાદાર સહિત ત્રણ જણા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બપોરે કોન્સ્ટેબલ સાથે બાઈક પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એ તેઓને એક નાગરિકે મોકલેલા મેસેજ અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.મેસેજમાં મુજમહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી. વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.પોલીસે વાનને તરત જ પોલીસ સ્ટેશનને બોલાવી લીધી હતી અને અંદર બેઠેલા જમાદાર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેની સાથે માનવ પુરુષોત્તમ કહાર (ફતેપુરા,ભોઇવાડા) અને સાકીર કાદરભાઈ મણિયાર (આરીફ નગર, તાંદલજા) ની તપાસ કરતા ત્રણેય જણા પીધેલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓની સામે ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application