Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણે-નાશિક હાઇવે પર જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારનાં ત્રણનાં મોત

  • December 02, 2023 

પુણે-નાશિક હાઇવે પર ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નાશિકના સટાણા તાલુકામાં જાયખેડા ખાતે રહેતા પંકજ જગતાપ (ઉ.વ.36), મધુકર અહિરે (ઉ.વ.52), શાંતારામ અહિરે (ઉ.વ.50)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે  તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પુણેમાં આંબેગાવ તાલુકાના મંચર પાસે વહેલી સવારે ધુમ્મસ છવાઇ ગયું હતું જેના લીધે જીપનો ડ્રાઇવર આગળનો રસ્તો બરાબર જોઇ શક્યો ન હતો એમ કહેવાય છે. જીપ આગળ જઇ રહેલા ટ્રક સાથે ટકરાઇ હતી. ટ્રક નીચે જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં જીપને ભારે નુકસાન થયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application