Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાંજણરણછોડ ગામનાં નિવૃત્ત શિક્ષક પાસેનાં રૂપિયા લુંટી ત્રણ ઈસમો ફરાર

  • March 15, 2025 

વલસાડ જિલ્લાનાં કાંજણરણછોડ ગામે રહેતા ૬૯ વર્ષીય નિવૃત્ત શિક્ષક ભરતસિંહ રામસિંહ સોલંકી હાલમાં વલસાડ-ધરમપુરરોડ ઓવરબ્રિજ પાસે આવેલી નીલકંઠ ડેરીનું સંચાલન પુત્ર રવિન્દરસિંહ સાથે કરે છે. હોળી પર્વમાં નાણાંની જરૂર પડતા ભરતસિંહ પુત્ર સાથે તેની પીકઅપ વાનમાં બેસી બુધવારે અબ્રામાની એસ.બી.આઈમાં ગયાં હતાં. બેંકમાંથી રૂ.૩૦,૦૦૦ ઉપાડ્યા બાદ ભરતસિંહ અબ્રામા સ્થિત ઓરિઝોન હોટલ સામેથી ધરમપુરરોડ ચાર રસ્તા પાસે જવા પગપાળા નિકળ્યા હતાં.


આ સમયે ત્યાં એકાએક આવી પહોંચેલી એક રીક્ષાના ચાલકે ભારતસિંહને રીક્ષામાં બેસવા કહ્યું હતું. આ સમયે પાછળની સીટ પર પહેલેથી જ ૩ મુસાફરો હાજર હતાં. તેમાંથી એક ઇસમ નીચે ઉતરી જતા ભરતસિંહ અંદર બેઠા હતાં. ત્યારબાદ નીચે ઉતરેલો ઇસમ પણ પાછળની સીટ પર બેસી જતા નિવૃત્ત શિક્ષક અસહજ થઈ ગયાં હતાં. ત્યારબાદ ત્રણેય મુસાફરો તેમની સાથે ધક્કામુક્કી કરવા માંડયા હતાં. જે બાદ તેઓએ ભરતસિંહને આગળની સીટ પર બેસવા કહેતા ભરતસિંહ નીચે ઉતરી ગયાં હતાં.


પરંતુ આગળની સીટ પર બેસે તે પહેલા જ ચાલકે રીક્ષા હંકારી મુકી હતી. આ સમયે શંકાને આધારે ભરતસિંહે પોતાના ખિસ્સા તપાસ્યા તો બેંકમાંથી ઉપાડેલ રોકડા રૂ.૩૦,૦૦૦ નદારદ જણાયા હતાં. ઘટના અંગે પી.એસ.આઈ. અને ટીમે ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. દરમિયાન મળેલી બાતમીને આધારે ત્રણ પૈકીના બે આરોપીઓ હુસેન સલીમ શેખ (રહે.ઈ.ડબલ્યુ. એસ., ભેસ્તાન આવાસ, ડીંડોલી, સુરત) અને રહીમુદ્દીન શહાબુદ્દીન શેખ (ઉ.વ.૪૧, રહે.ઈ.ડબલ્યુ.ઈ. ભેસ્તાન આવાસ)ને ઓટો રીક્ષા સાથે ઝડપી પડાયા હતા. પોલીસે આરોપી પાસેથી રૂ.૩૦,૦૦૦ કબ્જે લીધા હતાં. જ્યારે અન્ય એક આરોપી સફીક ઉર્ફે કેરોસીન (રહે.ઈ.ડબલ્યુ.એસ. ભેસ્તાન આવાસ, ડીંડોલી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application