સુરતનાં લિંબાયત વિસ્તારમાં એક ઘટના સામે આવી છે. જેમાં લીંબાયત મીઠીખાડી પુલ ઉપર કેટલાક અસામાજિક તત્વોએ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને જાહેરમાં ચપ્પુના ઘા મારી ઘાયલ કરી નાંખ્યા હતાં. હાલ ત્રણેયની હાલત સાધારણ છે. મળતી માહિતી મુજબ, લીંબાયત મીઠીખાડી પુલ ઉપર કેટલાક અસામાજિક તત્વોએ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને જાહેરમાં ચપ્પુના ઘા મારી ઘાયલ કરી નાંખ્યા હતાં. જોકે માથાભારે અજગર દ્વારા હત્યાની કોશિશ કરાતા ભાગદોડ મચી ગઇ હતી. મહિલા પાસે બદ ઇરાદે મોબાઇલ નંબર માંગનાર તત્વોને મહિલાના પતિ અને બે ભાઇઓએ ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ આ ત્રણ ઉપર હુમલો કરાયો હતો.
હાલ ત્રણેયની સ્થિતિ સાધારણ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ત્રણેયને મારી નાંખવાની ધમકી આપનાર અજગર આણી મંડળી દારૂના નશામાં હુમલો કરી ભાગી ગયો હોવાનું પરિવારે જણાવ્યું છે. વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, ઘટના સોમવારની રાત્રીના લગભગ 9:15 વાગ્યાની હતી. પરિવારની મહિલા ઘર આંગણે કામ કરી રહી હતી. દરમિયાન અચાનક બાઇક ઉપર આવેલા અજગર અને એના મિત્રોએ વાતચીતથી શરૂઆત કરી મોબાઇલ નંબર માંગ્યો હતો. મહિલાએ પોતાના પતિનો નંબર આપતા અજગરે ‘તેરે પતિ કા નહિ તેરા નંબર ચાહીએ‘ કહી મહિલાને ધમકાવી હતી.
એટલું જ નહીં પણ ‘નંબર નહિ દેગી તો તેરે પતિ કા કામ બજા દેંગે’ની ધમકી આપી હતી. આ બાબતે પતિ રેહાન રફીક શેખએ સામાવાળા અજગર આણી મંડળીને ઠપકો આપતા અજગરએ મહિલાના એક ભાઇ ઉપર હુમલો કરી પેટ-હાથ અને કમરના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં પણ મહિલાના ભાઇને બચાવવા આવેલા તેના બીજા ભાઇ શાહરુખ રફીક શેખને હાથ પર અને પતિ જાવેદ પઠાણને પેટમાં ચપ્પુ મારી ‘ગેમ કર દુંગા‘ની ધમકી આપતા અજગર અને તેના મિત્રો બાઇક પર ભાગી ગયા હતાં. ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે તાત્કાલિક સિવિલ લવાતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500