સુરતના માંગરોળ તાલુકાના નાની નરોલીથી ઉમેલાવ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા ખેતરમાં રાત્રે બંગલીની બહાર સુતેલા પરીવાર પર ત્રણ દીપડાએ હુમલો કર્યો હતો. જોકે દીપડાઓ સાથે મહિલાએ બાથભીડી પરિવારને બચાવ્યો હતો. જયારે મહિલા લોહી લુહાણ થઈ જતાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના નાની નરોલીથી ઉમેલાવ મુખ્ય રસ્તા પર આવેલા ખેતરમાં મધુબેન વાળા પોતાનાં પરીવાર સાથે બંગલીમાં રહી મજૂરી કામ કરે છે. આ પરિવાર રાત્રે ખુલ્લા ખેતરમાં સુતો હતો ત્યારે ત્યાં આવી ચઢેલા ત્રણ દીપડાઓએ આ પરીવાર ઉપર હુમલો કર્યો હતો. મધુબેનએ પરિવારને બચાવવા માટે દીપડાઓ સાથે બાથ ભીડી હતી. દીપડાએ મધુબેનને માથાનાં તેમજ આંખ અને ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ખેતરમાં ઘુસી ગયા હતા.
જોકે સમગ્ર ઘટનાક્રમ અંગે ઉમેલાવ ગામમાં લોકોને ખબર પડતા બનાવનાં સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મધુબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે દીપડાઓએ સવારે ગામમાં આટા ફેરા માર્યા બાદ રાત્રીનાં સુતેલા પરીવાર પરને નિશાન બનાવ્યો હતો. આ ઘટના અંગે નાની નરોલી ગામનાં લોકો દ્વારા વનવિભાગને જાણ કરી પાંજરૂ મુકવા માટે અપીલ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500