મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં રૂમકીતલાવ ગામની પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળાનાં કોમ્પ્યુટર રૂમમાંથી ત્રણ લેપટોપની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે શાળાના આચાર્યએ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝરનાં રૂમકીતલાવ ગામનાં રામમંદિર ફળિયામાં રહેતા હિરાલાલભાઈ ભવરીલાલભાઈ નાયકા (ઉ.વ.૫૭)નાઓ છેલ્લા ૧૭ વર્ષથી ગામની પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. હિરાલાલભાઈ નાયકાએ તારીખ ૨૬/૧૦/૨૦૨૪નાં રોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૧૭/૧૦/૨૦૨૪થી ૧૯/૧૦/૨૦૨૪નાં સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂમકીતલાવનાં પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળાનાં કોમ્પ્યુટર રૂમમાંથી ત્રણ એસેર કંપનીનાં લેપટોપની ચોરી થઈ હતી. આમ, એક લેપટોપની કિંમત ૨૦,૦૦૦/- જેથી ત્રણ લેપટોપ મળી કુલ રૂપિયા ૬૦,૦૦૦/-ની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500