Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદના ઘુમા વિસ્તારમા બિલ્ડિંગ સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકોનાં મોત નીપજ્યાં

  • September 30, 2023 

અમદાવાદમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક નિર્માણાધિન બિલ્ડિંગ સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકોનાં મોત થયા છે. જયારે શહેરના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના બની છે. આ દુર્ધટનાની સ્થળ ઉપરથી મળતી વિગત મુજબ, ઘુમા વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા  હતા જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયની સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. હાલ આ દુર્ઘટનાને પગલે ઘુમા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ આ ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેના નામ સંદીપ, રાજુ અને અમિત હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News