ગુજરાતમાં આજરોજ ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. જેમાં શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં બાંધકામની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન છતનો એક ભાગ ધરાશાહી થતાં ત્રણ મજૂરો દટાઈ ગયાં હતાં. જેમાં બે મજૂરોનાં મોત નિપજ્યાં છે. આ બંને મૃતકો સગાભાઈ હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા.
જેમાંથી બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ શાળાની એક છત તૂટી પડવા જેવી થઇ હઇ હતી. જેના કારણે આજે વિદ્યાર્થીઓને રજા હોવાથી આ છતનું સમારકામ ચાલી રહ્યુ હતુ. આ કામગીરી દરમિયાન છત ધડાકાભેર નીચે પડી હતી અને મજૂરો તેમા દટાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે મજૂરોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે કાટમાળમાંથી આ મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલુ થઇ ગઇ હતા. આ સાથે સ્થાનિક પોલીસ અને અધિકારીઓનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સારવાર માટે 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઇ હતી અને ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 26 વર્ષીય સુરજ અને 21 વર્ષીય આકાશ સોલંકીનું મોત નિપજ્યું છે. ઘટના અંગે પોલીસે અકસ્માત નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500