Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ત્રણનાં મોત

  • October 02, 2024 

પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સવારે સાત વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસનાં લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, ઑક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7:00 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઇ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની આશંકા છે. જોકે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હિંજવડી પોલેસ સ્ટેશન (પિંપરી ચિંચવડ પોલીસ) અને વિમાન અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે.


આ પહેલાં ઓગસ્ટ મહિનામાં પણ પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. મુંબઇના જુહૂથી હેલિકોપ્ટરે હૈદ્વાબાદ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન પુણેના પૌડ વિસ્તારમાં ખરાબ હવામાન અને ટેક્નિકલ ખામીના લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અકસ્માતનો ભોગ બનેલું હેલિકોપ્ટર ખાનગી કંપની ગ્લોબલ વેક્ટરા હેલિકોપ્ટરનું હતું આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવતો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી ગઇ હતી. તો બીજી તરફ હેલિકોપ્ટરના ટૂકડે ટૂકડા થઇ ગયા હતા. આ હેલિકોપ્ટરનો પાયલોટ આનંદ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં પાયલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ ગયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application