Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુરમાં ઉગ્રવાદીઓ સાથે ગોળીબારમાં આસામ રાઇફલનાં ત્રણ જવાનો શહીદ થયા

  • June 07, 2023 

મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જ્યારે ઉગ્રવાદીઓ સાથે ગોળીબારમાં BSFનાં એક સહિત આસામ રાઇફલનાં ત્રણ જવાનો શહીદ થયા છે. જાણકારી અનુસાર BSFનાં શહીદ જવાનનું નામ રંજીત યાદવ છે. મણિપુરમાં અનેક જિલ્લામાં કરફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી હિંસા ભડકી ઉઠી હતી અને ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર પણ થયો હતો જેમાં ત્રણ જવાનો ઘાયલ થતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધને 10 જૂન સુધી લંબાવી દીધો છે. સુગનૂ-સેરૌ વિસ્તારમાં 5થી 6 જૂનની રાત્રે આસામ રાઇફલ, BSF અને સ્થાનિક પોલીસ દ્વારા મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.




આ દરમિયાન સુરક્ષાદળોની જાણકારી મળી જતા ઉગ્રવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં BSFનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને આસામ રાઇફલનાં બે જવાનને પણ ગોળી વાગી હતી. ત્રણેય જવાનોને સારવાર માટે મંત્રીપુખરીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કુકી ઉગ્રવાદીઓ દ્વારા આ ગોળીબાર થયો હોવાના અહેવાલો છે. ઉગ્રવાદીઓ સાથેના ઘર્ષણ દરમિયાન મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રીઓ અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.




હાલ રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે સૈન્ય અને આસામ રાઇફલના 10,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય દ્વારા હાલ ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. મેઇતી સમુદાયના લોકોને આદિવાસીનો દરજ્જો આપવાના વિરોધમાં એક મહિનાથી મણિપુરમાં હિંસા અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 100 જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે 310થી વધુ ઘાયલ થયા છે. 40 હજાર જેટલા લોકોને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે.




સૌથી પહેલા ત્રણ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. મણિપુરમાં જે મેઇતી સમાજને આદિવાસી સમાજનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે તેઓની વસતી કુલ વસતીના 53 ટકા છે જેની સામે હાલ આ દરજ્જાનો વિરોધ કરી રહેલા નાગા અને કુકી સમુદાયની વસતી કુલ વસતીના 40 ટકા છે. બંને સમુદાયના લોકો વચ્ચે એક મહિનાથી હિંસા ચાલી રહી છે. જેને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રયાસો થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application