મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતના બે જુદાજુદા બનાવોમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોચી હોવાનો બનાવ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વ્યારાના ઇન્દુગામની સીમમાંથી પસાર થતો ને.હા.નં-૫૩ સોનગઢ- સુરત રોડ ઉપર ગત તા. તા.૦૯/૦૫/૨૦૨૨ નારોજ ફરીયાદી જાવીદ જાફર દિવાન (ઉ.વ.૨૩)રહે.મગદુમનગર મસ્જીદનાં પાછળ તા.વ્યારા તથા સાહેદ સલમાનભાઇ તથા ઈજા પામનાર સાજીદ હારૂણભાઈ શેખ નાઓ પોતના કબ્જાની મોટર સાયકલ યુનિકોર્ન નંબર જીજે/૨૬/બી/૭૮૪૮ની લઇ ઇન્દુગામની સીમમાંથી પસાર થતો ને.હા.નં-૫૩ પરથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન મોટર સાયકલની પાર્કીગ લાઇટ ચાલુ કરી રોડના કિનારે ઉભી રાખી જાવીદ દિવાન તથા સાહેદ સલમાનભાઇ પેશાબ કરવા માટે રોડ નીચે ગયેલ હોય તે એક વાન નંબર જીજે/૧૯/એમ/૨૭૭૦નો ચાલકે પોતાની કબજાની વાન સોનગઢ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુનિકોર્નને અડફેટમાં લઇ લેતા યુનિકોર્ન ઉપર બેસેલ સાજીદભાઇને ડાબા પગના નીચેના ભાગે તથા નાકના ભાગે તથા જમણા હાથના ખભા પાસે ફેકચર તથા માંથાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી.
જેમને બાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાવીદ જાફર દિવાને ફરિયાદ આપતા કાકરાપાર પોલીસે તા.૧૪/૦૫/૨૦૨૨ નારોજ વાન ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં ઉચ્છલના ટોકરવા ગામમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર સીંગ્યાભાઇ જીરીયાભાઇ વસાવા નાઓના રહેણાંક ઘરની પાસે તા.૧૦/૦૪/૨૦૨૨ નારોજ હોન્ડા કંપનીની યુનીકોર્ન મોટર સાયકલ નંબર જીજે/૨૬/એએ/૬૬૪૦નો ચાલક નીતેશભાઇ યશવંતભાઇ વળવી રહે.વડલી ગામ તા.નિઝર જિ.તાપી નાઓએ પોતાના કબ્જાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટોકરવાગામ માંથી પસાર થતા હતા.
તે સમયે ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ચાલતા જતા ઇજા પામનાર ફરીયાદી પરમિલાબેન અનિલભાઇ વસાવા (ઉ.વ.૩૫) તથા રમીલાબેન કાંતીલાલ વસાવા (ઉ.વ.૪૦) બને રહે.ટોકરવા ગામ મોટું ફળીયું તા.ઉચ્છલ નાઓને પાછળથી જોરથી મોટર સાયકલ અથડાવી દેતા બંને મહિલાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પરમિલાબેન અનિલભાઇ વસાવાની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે તા.૧૪/૦૫/૨૦૨૨ નારોજ બાઈક ચાલક આરોપી નીતેશભાઇ યશવંતભાઇ વળવી રહે.વડલી ગામ તા.નિઝરના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500