Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ઘાટ માર્ગમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણને ઈજા પહોંચી

  • February 17, 2025 

ડાંગ જિલ્લામાં અવનાનાવાર અકસ્માતના બનાવો બનતા રહે છે જેમાં સુરત તરફથી સરકારી યોજનાઓનાં કામો માટે સિમેન્ટનો જથ્થો ભરી નીકળેલી ટ્રક જે વઘઈથી આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગના ઘોઘલી ખાબકી હતી. ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા થયેલા અકસ્માતમાં ટ્રક સહિત સિમેન્ટના જથ્થાને જંગી નુકસાન થયું હતું. ચાલકને માથાના અને પાસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારના અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતા.


જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રના નિફાડથી શેરડીનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના ગણેશ મંદિર નજીક અચાનક બ્રેક ફેઈલ થવાથી સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આઈસર ટેમ્પો અને શેરડીના જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ડ્રાઇવર અને ક્લીનરને ઈજા થતાં નજીકના સામગહાન સી.એચ.સી. ખાતે ખસેડવામાં ઘટનામાં આણંદની નર્સરીમાંથી પપૈયાના છોડ ભરી મહારાષ્ટ્રના પીંપલનેર તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો આહવાથી સુબિરને જોડતા રાજ્ય ધોરીમાર્ગના ગાયગોઠણ નજીકના તીવ્ર વળાંકમાં અચાનક ટાયર ફાટતા પલટી ગયો હતો. આ અકસ્માતમાં આઈસર ટેમ્પો અને છોડવાઓને જંગી નુકસાન થયું હતું. જ્યારે ડ્રાઇવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application