સુરતમાં આપઘાતના ત્રણ બનાવમાં ભટારમાં ટેન્શનમાં આવી પ્રૌઢ, ઉધનામાં બીમારીના લીધે વૃદ્ધ અને ડીંડોલીમાં જીવનથી કંટાળીને યુવાને આત્મહત્યા કરી હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભટાર રોડ પર આઝાદ નગર ખાતે તડકેશ્વર મોહલ્લામાં રહેતા ૫૬ વર્ષના ઘોબા બુદાવન સ્વાઇમ શનિવારે બપોરે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યું કે, ઘોબાને યોગ્ય કામ નહીં મળતા માનસિક તાણ અનુભવતા આ પગલું ભર્યં હોવાની શક્યતા છે. તેમને ત્રણ સંતાન છે.બીજા બનાવમાં ઉધના ખરવર નગરમાં રહેતા ૮૧ વર્ષના મનહરલાલ નટવરલાલ રાશિવાલા શનિવારે સવારે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મનહરલાલ મોઢાના કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું હતુ. તેમને સંતાનમાં ૩ પુત્રી અને એક પુત્ર છે.
ત્રીજા બનાવમાં ડીંડોલી ગ્રીનવિલાની બાજુમાં સ્વસ્તિક લેક એપાર્ટમેન્ટમાં રર્હેા ૩૫ વર્ષના વિરાજ જયંતીલાલ પરમારે શનિવારે સાંજે પંખાના હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યું કે, વિરાજ છેલ્લા ૧૦ વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો. જેથી તેની નવી સિવિલમાં દવા ચાલતી હતી. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતુ કે, જીવનથી કંટાળીને આ પગલું ભરૃં છું, મારે દવાખાને જવું નથી, જેવો ઉલ્લેખ કર્યો હતો. તેના પિતા કાપડ માર્કેટમાં નોકરી કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500