Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કપુરા ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

  • August 04, 2023 

વ્યારાનાં કપુરા ગામનાં પંચાલ શોપીંગ સેન્ટરમાં આવેલ આશીષ મહાલેની હેર સલુનની દુકાનમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને તાપી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી એલ.સી.બી. પોલીસને ગુરૂવારનાં રોજ મળેલ બાતમીનાં આધારે, વ્યારા તાલુકાનાં કપુરા ગામનાં પંચાલ શોપીંગ સેન્ટરમાં આવેલ આશીષ મહાલેની હેર સલુનની દુકાનમાં રેઈડ કરતા દુકાનમાં પૈસા વતી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.


આમ, પોલીસે દાવ પરના રૂપિયા 4,600/- અને જુગાર રમવા માટેનાં હાથ ઉપર રાખેલ રૂપિયા 7,340/- તથા 1 નંગ મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 16,940/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ત્રણેય વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




પોલીસ રેઈડ જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ...


1.બતવંત શ્રીરામભાઇ લિહારકર (રહે.કપુરા ગામ, પ્રથમ રેસીડેન્સી, તા.વ્યારા),

2.આશીષ કૈલાશભાઈ મહાલે (રહે.વૃંદાવન ધામ, કાનપુર, વ્યારા) અને

3.મોહનલાલ સુર્જારામ જાટ (રહે.કપુરા ગામ, શીવ રેસીડેન્સી, તા.વ્યારા).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application