Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં મૌલીપાડા ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં મૌલીપાડા ગામનાં નીચલું ફળિયામાં મિરાજીભાઈ નંદાભાઈ ગામીતના ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગેથી જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ સાંજના સમયે ઉચ્છલ પોલીસ પોલીસ સ્ટેશનનાં ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મૌલીપાડા ગામના નીચલું ફળિયામાં મિરાજીભાઈ નંદાભાઈ ગામીતના ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી રેઈડ કરતા ત્યાં ગોળ કુંડાળું બનાવી ગંજી પાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીત રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુહો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ...

1.ઢેડિયા અર્જુનભાઈ ગામીત,

2.મિરાજી નંદાભાઈ વસાવા અને

3.ગણેશ દત્તુભાઈ કાથુડ (ત્રણેય રહે.મૌલીપાડા ગામ, તા.ઉચ્છલ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application