કોસંબાનાં ઇન્દીરા નગર ડેલટા ગ્રાઉન્ડ ખાતે જાહેરમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી ત્રણ જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ કે જુગારને પ્રવૃત્તિ શોધી કાઢવા કોસંબા પોલીસ મથકનાં એચ.બી. ગોહિલ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન કોસંબા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જુના કોસંબામાં ઇન્દ્રા નગરના ડેલટા ગ્રાઉન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારનો વેપલો ચાલી રહ્યો છે. જેથી કોસંબા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી જાહેરમાં જુગાર રમી રહેલા ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવા (રહે.જુનાકોસંબા, ઇન્દિરા નગર), સલમાન શરીફ દીવાન (રહે.ઇન્દિરા નગર કોસંબા) અને રાહુલ વસાવા (રહે.કોસંબા વડ ફળિયું)નાઓને મોબાઇલ અને જુગાર રમવાના સાધન સાથે રૂપિયા 16,000/-નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500