Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ

  • October 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરમા ગોલવાડના પાણીની ટાંકી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસે બાતમીના આધારે શનિવારનાં રોજ મોડી સાંજે વ્યારાના ગોલવાડમાં પાણીની ટાંકી પાસે જાહેરમાં મુંબઈ વરલી મટકાના ટાઈમ, મિલન તથા કલ્યાણ બજારના આંક ઉપર જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ મરોલી ગામના એક’ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



જયારે જુગાર રમતા ઝડપાયેલ સુમિત બાબુભાઈ રોકડે (રહે.મહાદેવનગર, કણજા ફાટક, વ્યારા), કમલેશ પ્રવીણભાઈ ઢીમ્મર (રહે.તોરણ રેસીડન્સી, મુસા રોડ, વ્યારા) અને નિલેશ સુમનભાઈ રાણા (રહે.ગોલવાડ, પાણીની ટાંકી, વ્યારા) નાઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ જુગારીઓની અંગ ઝડપી કરતા મળી આવેલ રોકડ રૂપિયા 19,080/- અને 1 નંગ મોબઈલ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 20,080/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ત્રણ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એક’ને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application