મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના ટોકરવા ગામનાં મોટા ફળિયામાં ખાલી પડેલ જુના મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલ જુગારીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૫/૦૨/૨૦૨૫ નારોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનના ગવાણ આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી/જુગાર ગુના અંગે રેઇડ પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટોકરવા ગામના મોટા ફળિયામાં રહેતા અબ્દુલભાઇ મોગ્યાભાઈ વસાવાની ખાલી ૫ડેલ જુના મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચી રેઈડ કરતા કેટલાક ઇસમો ગોળ કુડાળું બનાવી લાઇટના અજવાડે ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સંદીપ જગનભાઈ વસાવા, વિકાસ જલમસીંગભાઈ વસાવા અને ગણેશ ભીકીયાભાઈ વસાવા (ત્રણેય રહે.ટોકરવા ગામ, મોટું ફળિયું, ઉચ્છલ)નાઓને જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500