Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદામાં સ્નાન કરતાં ત્રણ ડૂબ્યા : એક કિશોરનો મૃતદેહ મળ્યો, જ્યારે ડૂબી ગયેલ પિતા-પુત્ર લાપતાં

  • November 17, 2024 

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ખાતે કારતક પૂર્ણિમાએ ૬ દિવસનાં મેળા અને મેળા સાથે નર્મદા કાંઠે જાત્રાના અંતિમ દિવસે નર્મદામાં સ્નાન કરતાં ત્રણ ડૂબ્યા હતા, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે, જ્યારે ડૂબી ગયેલા પિતા-પુત્ર લાપતા થતાં શોધખોળ હાથ ધરી હતી. નર્મદા નદી કાંઠે રેતી ખનનને લીધે મોટા ખાડા થતાં તેમાં ડૂબી જવાની આ કરૃણાંતિકા સર્જાઇ હતી. શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાના ૬ દિવસનાં મેળાનાં દેવદિવાળીએ અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. અંતિમ દિવસે પણ નર્મદા નદીનાં કાંઠે જાત્રા ચાલુ હોવા છતાં રેતી ખનન ધમધમતું હતું.


મેળા બાદ કાંઠે જાત્રામાં આવતા લોકો માટે નર્મદા સ્નાન કરવાનું અનેરૃ મહત્વ હોવાના કારણે નદીમાં ડૂબકી લગાવતા હોય છે. એકનું ડૂબી જતા મોત થયું,  જ્યારે ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાં ૧૧ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો હતો. સુરતનો સચિન નામનો યુવાન નર્મદા નદીમાં નાહવા જતા તે ડૂબી જવાથી તેનું મોત થયું હતું.  ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિઝામવાડી વિસ્તારમાંથી અસંખ્ય લોકો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જેમાં નિઝામવાડીના મિસ્ત્રી પરિવારના લોકો પણ જોડાયા હતા. મિસ્ત્રી પરિવારના ત્રણ ડૂબી જતા અને એકનું મોત થતા મૃતકના પરિવારજનોએ નદીની આજુબાજુ રેતી ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાથી તે મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક કિશોરના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application