ફિલાડેલ્ફિયામાં શનિવાર મોડી રાતે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પોલીસ ઇન્સપેક્ટર ડી એફ પેસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એક પોલીસ અધિકારીએ એક સંદિગ્ધ હુમલાખોર પર ગોળી ચલાવી હતી. જોકે, હુમલાખોરને આ ગોળી વાગી કે નહીં તે જાણી શકાયું નથી.
પોલીસે જણાવ્યું છે કે, સાઉથ સ્ટ્રીટ પર અનેક લોકો વીકએન્ડમાં ઉજવણી કરે છે અને તે જ સમયે ગોળીબાર કરવામાં આવે છે. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિ અંગે જાણકારી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી પરંતુ બે શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગે ઘટના સ્થળે ન જવાની સલાહ આપી હતી. આ અગાઉ પોલીસ વિભાગે ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય સાઉથ સ્ટ્રીટ બાર, રેસ્ટોરન્ટ અને બિઝનેસ માટે જાણીતી છે. મોટા ભાગના લોકો સપ્તાહના અંતે ઉજવણી કરવા માટ અહીંયા જ એકત્રિત થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500