અમરોલીના કોસાડના વેદાંત ટેક્ષોમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં માલિક પિતા પુત્ર અને મામાના ચકચારિત ત્રિપલ મર્ડર કેસમાં અમરોલી પોલીસ દ્વારા આરોપી આશિષ રાઉતને રિમાન્ડ માટે ચીફ કોર્ટમાં રજુ કરાયો હતો.આરોપી ખુબ જ ઝનુની સ્વભાવનો હોય સત્ય હકીકત જણાવતો ન હોય અમરોલી પોલીસે ૫ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.કોર્ટે આરોપી આશિષ રાઉતના ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે,જ્યારે બાળ આરોપીને જુવેનાઈલ હોમમાં મોકલી અપાયો હતો.
સુરતના અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી.તરફ આ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી.પોલીસ દ્વારા 9 થી 12 કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત સુરત અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરનીજેમાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સાથે 2500 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.
અલગ અલગ ઝોન વિસ્તારમાં ક્રાઈમ, હોટ સ્પોટ તેમજ સંવેદનશીલ વિસ્તારો આઈડેન્ટીફાય કરી તેવાં વિસ્તારોમાં ખુલ્લામાં છરી, ચાકુ જેવાં ઘાતક હથીયારો લઈને ફરતાં ઈસમો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઈસમો સામે કાર્યવાહી કરાઇ હતી.આ ઉપરાંત આગામી સમયમાં આવી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500