મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં નદીમાં આવેલા પાણીના ભારે વહેણમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજયા હોવાનો બનાવ નોંધાયો હતો.
મળેલી વિગત પ્રમાણે તાપી જિલ્લાની સરહદને અડીને આવેલ મહારષ્ટ્ર રાજ્યના નંદુરબારના ધડગાંવ તાલુકાના કુંડલચા માલપાડા ગામ નજીકથી દેવાનંદ નદી વહે છે. ગત ગુરુવારે આ નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં પુરના પાણી ભારે વહેણ સાથે વહેતાં જોવા મળ્યા હતાં.
આ સ્થિતિમાં બપોરના સમયે ગામમાં જ રહેતાં અને ચારથી પાંચ વર્ષની ઉંમર ધરાવતા બાળકો નદી કિનારે ભેગા થયા હતાં અને તેઓ નદીના પાણીમાં થઇ સામે પાર આવેલી એક દુકાનમાં બિસ્કિટ લેવાં જવા માટે નીકળ્યા હતાં.જો કે નદીમાં પાણીનું ભારે વહેણ હોય આ બાળકોએ સંતુલન ગુમાવી દીધું હતું અને પાણીમાં ડૂબી ગયા હતાં.
આ અંગે ગ્રામજનોને જાણ થતાં તેઓ નદી કિનારે દોડી ગયા હતાં અને બાળકોની શોધખોળ કરી હતી પરંતુ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેઓને નિષ્ફળતા મળી હતી. આ અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતાં જવાનો નદીના પાણીમાં બાળકોની શોધખોળ કરતાં અંતે ત્રણે બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ બનાવમાં નિલેશ દિલવાર પાડવી,મેહર દિલવાર પાડવી અને પાર્વતી અશોક પાડવી તમામ રહે.કુંડલચા માલપાડા તા.ધડગાંવ ના બાળકો મૃત્યુ પામ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500