Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update tapi : નિઝરમાં 2 અને વ્યારામાં 1 કેસ નોંધાયો, જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 659 થયો

  • October 09, 2020 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના ના વધુ 3 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 659 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 39 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 17 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 601 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે થી 35 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ના જણાવ્યા અનુસાર તા.8-ઓક્ટોબર નારોજ નિઝર તાલુકામાં 2 કેસ અને વ્યારામાં 1 કેસ મળી કુલ 3 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

8-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...

(1) 34 વર્ષિય મહિલા, ચૌધરી ફળિયું,પાનવાડી-વ્યારા

(2) 45 વર્ષિય મહિલા, હનુમાનજી મંદિર ફળિયું,મુબારકપુર-નિઝર 

(3) 53 વર્ષિય પુરુષ, સબ સેન્ટર-2 ફળિયું-નિઝર

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application