Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ બુટલેગર ઝડપાયા

  • May 19, 2024 

તાજેતરમાં આબુથી રિક્ષામાં અમદાવાદ લઇ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો શેરથા ટોલટેક્ષ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં ત્રણ બુટલેગરોને પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. અડાલજ પોલીસ મથકની ટીમ રાત્રિએ પેટ્રોલીંગ કરી રહી હતી અને શેરથા ટોલટેક્ષ પાસે વાહનોનુ ચેકીંગ પણ કરવામાં આવી રહ્યુ હતુ. તે સમયે કલોલ તરફથી એક રિક્ષાને ઉભી રાખીને તેમાં તપાસ કરતા સ્પિકર લગાવેલી ડેકીમાંથી વિદેશી દારૂના 188 નંગ ક્વાટરીયા મળી આવ્યા હતા.


જેથી પોલીસે રૂપિયા 16 હજારથી વધુની મત્તાનો આ દારૂ જપ્ત કરી લીધો હતો અને રિક્ષા ચાલક જગદીશ દીપકભાઇ યાદવ (રહે.લાભાર્થ સોસાયટી, ઉત્તમનગર, નિકોલ) ઉપરાંત પાછળ બેઠેલા સંજય ગણપતભાઇ (રહે.નર્મદા આવાસ યોજના, ઓઢવ) અને મયુર મનસુખભાઇ નાડીયા (રહે.ભવાનીનગર ટેકરો, ઓઢવ)ની ધરપકડ કરી લીધી હતી. રિક્ષામાં દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે પુછપરછ કરતા તે દારૂ આબુરોડથી લાવ્યા હોવાનું અને અમદાવાદમાં છુટક વેચાણ કરતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે કુલ 76 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કરીને આ ત્રણ બુટલેગરો સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News