રાજ્યમાં નકલીના ભરમાર વચ્ચે જનતા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એક્શનમાં આવ્યું હતું. જેમાં મંગળવારે અમદાવાદનાં અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ કોઈપણ માન્ય તબીબી લાયકાત વિના પ્રેક્ટિસ કરતા હોવાનું જણાયું હતું. અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા હતા.
સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યા હતું કે, ત્રણેય આરોપીઓ અમદાવાદ જિલ્લાના લાંભા અને કમોડ ગામમાં ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરીને એલોપેથિક દવાઓ આપતા હતા. જ્યારે દરોડા દરમિયાન વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો નોંધપાત્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે માન્ય નોંધણી વિના ગેરકાયદે દવાની પ્રેક્ટિસ કરતાં મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલ લાંભા ખાતે રહેતાં રામકુમાર પ્રભુનાથ બાબુસિંગ સિંહ અને આનંદસિંહ બસદેવસિંહ રાજપૂત અને મૂળ પશ્ચિમ બંગાળના કામત્નમયા ઠાકુર બિશ્વાસ (હાલ.દસક્રોઈ)ની વિરૂદ્ધમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application