મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં લોટરવા ગામની સીમમાં લોટરવા-કહેર રોડ ઉપર ઈકો ગાડીનાં ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ બાઈકને અઠવી દેતાં બાઈક ચાલક સહીત ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં લોટરવા ગામનાં નિશાળ ફળિયામાં રહેતો જૈનીલભાઈ દિનુભાઈ ચૌધરી (ઉ.વ.૩૦)નાઓ તારીખ ૧૬/૧૦/૨૦૨૪નાં રોજ પોતાની એક્ટીવા મોપેડ બાઈક નંબર GJ/26/L/6194 ઉપર પોતાની માતા નર્મદાબેન અને તેમની ભાણેજ હૈયમીબેનને બેસાડી પોતાના ઘરેથી કહેર ગામે હાટ બજાર કરવા માટે જતા હતા.
તે દરમિયાન લોટરવા ગામની સીમમાં લોટરવા કહેર રોડ ઉપર પુલિયા પાસે એક ઈકો ગાડી નંબર GJ/26/AB/6308નો ચાલક પોતાના ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે કહેર તરફથી હંકારી લાવી જૈનીલભાઈની મોપેડ બાઈકને જમણી બાજુથી અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જૈનીલભાઈને જમણા પગનાં જોઇન્ટનાં ભાગે ફ્રેકચર તથા શરીરે નાની મોટી ઇજા થઈ હતી જયારે તેમની માતા નર્મદાબેન જમણા હાથના ભાગે ફેકચર તથા શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી તેમજ તેમની ભાણેજ હૈયમીબેનને પણ જમણા પગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જૈનીલભાઈ ચૌધરીનાંએ તારીખ ૧૭/૧૦/૨૦૨૪નાં રોજ ઈકો ગાડીનાં ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500