કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને શુકવારે સાંજે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળ્યા હતા. દરમિયાન જુદાજુદા વિસ્તારમાંથી ઝડપાયેલા કસુરવારો સામે પોલીસે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા કસુરવારો....
(1) નગરના સેન્ટ્રલ ચાર રસ્તા પાસેથી બાઈક નંબર જીજે/26/એલ/1866 નો ચાલક બાઈક ઉપર ત્રણ સવારી બેસાડી પોતાની બાઈક હંકારી લઈ આવતો હોય, બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં દિનેશભાઈ ગોવિદભાઈ ગામીત રહે, સોનગઢ નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
(2) નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બાઈક નંબર જીજે/26/એસ/1310 નો ચાલક પોતાની બાઈક ઉપર ત્રણ સવારી બેસાડી હંકારી લઈ આવતો હોય, બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં બાબજીભાઈ શામજીભાઈ ગામીત રહે, ખડી ગામ,નીચલું ફળિયું-સોનગઢ, નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
(3) સોનગઢ-એલકે રોડ પરથી બાઈક નંબર જીજે/26/બી/8828 નો ચાલક પોતાની બાઈક ઉપર ત્રણ સવારી બેસાડી હંકારી લઈ આવતો હોય, બાઈક ચાલક અને બાઈક પર બેસેલા અન્ય બે ઈસમો વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં રોહિતભાઈ રમેશભાઈ ચૌહાણ રહે, શ્રીરામ નગર-સોનગઢ, નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
(4) હાથી ફળીયામાં આવેલ પશુ આહાર તથા કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. દુકાનદારે માસ્ક અને હેન્ડગ્લોવ્ઝ સુધ્ધા પહેર્યું ન હતું. ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ પણ ન હતું. આ બનાવમાં સચિનભાઈ મોહનભાઈ અગ્રવાલ રહે, રોશની કોમ્પલેક્ષ-સોનગઢ નાઓની સામે કાર્યવાહી કરાઈ હતી.
આમ જુદાજુદા બનાવોમાં જાહેરનામાંનો ભંગ કરવા બદલ સોનગઢ પોલીસે 4 કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફોટો-વિડીયો,યુવરાજ પ્રજાપતિ-સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500