ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં ચેકપોસ્ટ પરથી કારમાં લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમિટ વગરના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતાં. તેમજ દારૂના જથ્થા અને કાર સહિત કુલ ૬ લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને ગોવા ખાતેથી દારૂનો જથ્થો આપોનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ, સાપુતારા પોલીસ સ્ટાફના માણસો ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતાં.
તે સમયે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક બ્રાઉન કલરની હોન્ડા સિટી પોલીસે તેને ઉભી રાખી ચેકિંગ કર્યું હતું. ત્યારે તેની પાછળની સીટ ચેક કરતા પાછળ એક ચોર ખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી. જોકે પોલીસે કારમાં સવાર રમેશભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૪૩, રહે.જામનષર, તા.જિ.જામનગર), અમિતભાઈ ઉર્ફે આઝાદ બસીરભાઈ સજા (ઉ.વ.૩૬.,રહે.રાજકોટ શહેર) અને ગોરધનભાઈ આલાભાઈ દાફડા (ઉ.વ.૪૪, રહે. રાજકોટ શહેર)ની અટકાયત કરી હતી. તેમજ કારમાંથી મળેલો કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૫,૨૬૫/- તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૨૫ હજાર તથા કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ રૂપિયા એમ મળી કુલ કિંમત રૂપિયા ૬,૦૦,૨૬૫/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગોવા ખાતેથી દારૂનો જથ્થો આપનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500