Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી જીઆઈડીસી ખાતેથી મોબાઈલ ફોન ઉપર એપ્લીકેશનથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

  • August 17, 2024 

વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેને બાતમી મળી હતી કે, વાપી જીઆઈડીસી સેકન્ડ ફેસ, મમતા કાંટાની સામે રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં મોબાઈલ ફોન ઉપર એપ્લીકેશનથી જુગાર રમાઈ રહ્યો છે. તેથી પોલીસે આ બાતમીવાળા સ્થળે છાપો મારી ત્યા મોબાઈલ ફોન વચ્ચે મુકી કુંડાળુવાળી બેસેલા ત્રણ ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતાં. તેમના મોબાઈલમાં ગેમ ચાલુ હતી અને દાવ ઉપર લગાવેલ ચલણી નોટ પણ હતી. તેથી પોલીસે આ ત્રણેય ઈસમ નામે પીન્ટુ નાનુભાઈ માહ્યાવંશી (રહે.તીઘરા દેસાઈવાડ), બ્રીજેશ જંગબહાદુર ગુપ્તા (રહે.મહેશભાઈની ચાલી, બલીઠા) તથા અરૂણ ભરતસિંગ (રહે.બલીઠા ગામ, વાપી)ની ધરપકડ કરી વાપી જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application