મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાના ગંગથા ગામે ઘરની બહાર ઓટલા ઉપર વગર પાસ પરમિટે મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગારના આકંડાઓ પર જુગાર રમાડતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા ૨૩,૦૦૦/-થી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો, જયારે અક્કલકુવાના એક ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૨-૦૨-૨૦૨૫ નારોજ કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગંગથા ગામે દોલતભાઈ વસાવેના ઘરની બહાર ઓટલા ઉપર કેટલાક ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પહોંચતા ત્યા કોર્ડન કરી ત્રણ ઈસમોને ઝડપી પાડી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેય ઈસમોનું નામ પૂછતા પહેલાએ રામસિંગ વિરસીંગભાઈ તડવી અને બીજાનું નામ રાહુલ રામસિંગભાઈ તડવી (બંને રહે.ગંગથા ગામ, દરગાહ ફળિયું, કુકરમુંડા) અને ત્રીજાનું નામ શિવદાસભાઈ તાપસીંગભાઈ બાઈક (રહે.ઝીરોબેડા ગામ, કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ વધુ પૂછપરચ કરતા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો અને હિસાબ રસુલ કુરેશી (રહે.અક્કલકુવા)ને આપતો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં બુકો, કાર્બન પેપર બોલ પેન, ૨ નંગ મોબાઈલ તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂપિયા ૧૩,૨૬૦/ મળી કૂલ રૂપિયા ૨૩,૭૬૦/-ન૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ત્રણેય જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે પોલીસ ચોપડે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500