Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણા ગામ માંથી વરલી મટકાના આંકાડાનો જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા

  • December 27, 2020 

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુણાગામ અંજની સોસાયટીના નાકા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા સહિત ત્રણ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને જુગાર રમાડવાના સાધનો મળી કુલ રૂપીયા ૪૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ  કોન્સ્ટેબલ વિક્રમસિંહ મનુભાઈએ બાતમીના આધારે બપોરે પુણાગામ અંજની સોસાયટીના નાકા પાસે જાહેરમાં વરલી મટકાનો  આંકડાનો જુગાર રમતા અને રમાડતા નારાયણ દાજી જાદવ(રહે.શિવકુપા ઍપાર્ટમેન્ટ કાપોદ્રા), નરસી ગોરધન ગેડીયા (રહે, દાનગીગેવ સોસાયટી પુણાગામ) અને જીગર ઉર્ફે ગની ભુપત જેઠવા(રહે, નિલકંઠ સોસાયટી મારૂતી ચોક વરાછા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય જણા પાસેથી રોકડા ૧૪,૯૨૦, મોબાઈલ નંગ-૩. બાઈક, મળી કુલ રૂપીયા ૪૨,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં નારણ જાદવ પોતાના આર્થીક લાભ માટે ગ્રાહકો પાસેથી કલ્યાણ મીલનના આંકડાનો જુગાર ચીઠ્ઠીઓ ઉપર આંક લખી રૂપિયા લગાવી વરલી મટકાનો જુગાર રમાડતો હતો.(ફાઈલ ફોટો)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application