મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના જમાદાર ફળીયામાંથી ગેરકાયદેસર રીતે પોતાના ઘરમાં દારૂનું વેચાણ કરનારને અને ઘરમાં દારૂ છુપાઈ રાખનારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં જમાદાર ફળિયા ખાતે રહેતો અતુલ અનિલભાઈ રાણા નાઓ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તથા દારૂનો બીજો મુદ્દામાલ ધર્મીબેન કોંકણી નાઓના ઘરમાં સંતાડી રાખવામાં આવેલ છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોચી તપાસ કરતા ત્યાં બે ઈસમો હાજર મળી આવ્યા હતા. જેમાં બંનેનું નામ પૂછતા પહેલાનું અતુલ અનિલભાઈ રાણા અને બીજાનું નામ હેમંત અનિલભાઈ રાણા (બંને રહે.જમાદાર ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંનેને સાથે રાખી ઘરમાં તપાસ હાથ ધરતા ઘરમાંથી બે કાપડની થેલીમાં દારૂની બોટલો મળી આવી હતી અને તેમના ઘરની બાજુમાં જ રહેતા હેમંતભાઈનાં રાણાની સાસુ જેમનું નામ ધર્મીબેન ધીરુભાઈ કોંકણી નાઓના ઘરે તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની દારૂ બાટલીઓ તથા ટીન બીયર પ્લાસ્ટીકનાં કોથળામાંથી મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 299 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 33,500/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો લક્કડકોડનો સંદીપ ગામીત પૂરો પાડે છે જેથી તેણે આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500