વડોદરામાં માંજલપુર સાંઈ ચોકડી પાસે શિવમ ટેનામેન્ટમાં રહેતા પિયુષ મનુભાઈ પટેલ ખેતી કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે વ્યાજખોર વિરલ રમેશભાઈ પરમાર રહેવાસી સમીયાલા તાલુકો વડોદરા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે
કે,વર્ષ 2021 માં મારા બાળકો ભણતા હતા ખેતીની આવક નહિ હોવાથી મને આર્થિક તંગી ઊભી થઈ હતી. તે સમયે સમીયાલા ગામના સબીર પઠાણે મારી ઓળખાણ વિરલ પરમાર સાથે કરાવી હતી. વિરલ પરમારે મને ટુકડે ટુકડે 7.02 લાખ રૂપિયા 10% ના વ્યાજે 2021 માં આપ્યા હતા. મેં વિરલભાઈને ટુકડે ટુકડે રોકડાથી રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ તેની કોઈ પાવતી તેઓ મને આપતા ન હતા. મેં તેઓને 10% વ્યાજના રૂપિયા તેમજ મુદ્દલ પરત આપી દીધા હોવા છતાં વધુ રૂપિયાની માંગણી કરીને મને ફોન કરી તેમ જ વોટ્સઅપથી ધમકી આપતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application